Breaking News

" ધોરણ 9 થી 12 માં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. લિ..આચાર્યશ્રી તથા શાળા પરિવાર વતી

Principal Message

              
                  આચાર્યશ્રીનો સંદેશ                                                                        
   
Principal messge


ઇન્ટરનેટના આ યુગમાં આપની સંસ્થાની વેબસાઈટ  પ્રજા સમક્ષ ખુલ્લી મુકતાં અનહદ આનંદની લાગણી હું અનુભવું છું.

ભૂતકાળમાં આ શાળા ટોપટેન સ્કૂલમાં મોખરે રહી છે. વ્યાયામ, સાહિત્ય અને વિજ્ઞાન ક્ષેત્રે જીલ્લા તેમજ રાજ્યકક્ષાએ વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કરેલ છે.

શ્રી કલ્યાણાનંદ સ્કૂલ આજની શૈક્ષણિક સંસ્થાઓથી ભિન્ન રહી વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસને ધ્યેય બનાવીને કામગીરી કરવામાં આવે છે.

હાલના સમયમાં વિદ્યાર્થીઓના ઉત્તમ ચરિત્યનું ઘડતર તેના સંસ્કારોનું સિંચન અમારી સંસ્થા દ્વ્રારા કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કામગીરીની સાથે સાથે સહશૈક્ષણિક પ્રવુતિઓ દ્રારા સંપૂર્ણ કરવામાં આવે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં સામાન્ય વિદ્યાર્થીઓ પણ ઉત્તમ પરિણામ મેળવે તે બાબતને પ્રેમાળ ગુરૂજનો શિક્ષણકાર્ય કરાવે છે. અમારી વિદ્યાર્થીઓ દેશના સારા નાગરિક પણે તેમનામાં દેશ પ્રેમની જાગૃત થાય તેથી તેની રીતે બાળકોનું ઘડતર થાય છે.

સૌ સ્ટાફ મિત્રો હળી-મળીને કામગીરી કરે છે. વિદ્યાર્થી ભારમુક્ત ભણતર મેળવે તે અને પ્રફુલ્લિત રીતે આગળ વધે તેવા અમારા પ્રયત્નો છે.


વર્તમાન સમયમાં શૈક્ષણિક સુવિધા સજ્જ આ શાળામાં 2 સ્કુલ બસ ની સુવિધા , વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠ અને ગુણવત્તા સભર શિક્ષણ આપતી આ સંસ્થામાં એક મોરપિચ્છનો ઉમેરો થયો, તે આ વેબસાઈટ ઇન્ટરનેટના યુગમાં શાળાનો વિકાસગ્રાફ ઓનલાઈન કોઈપણ જોઈ શકશે.



આપનો વિશ્વાશું


રમેેેેશભાઇ પુરોહીત

આચાર્યશ્રી

1 comment: