Breaking News

" ધોરણ 9 થી 12 માં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. લિ..આચાર્યશ્રી તથા શાળા પરિવાર વતી

About US


શાળાની માહિતી


School logo kv vidhyalay


શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ટ્રસ્ટ પાલનપુર સંચાલિત  કલ્યાણાનંદ માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક વિભાગો ધરાવતું શિક્ષણ સંકુલોનું સંચાલન કરે છે. જે અનાપુરગઢ તેમજ તેની આસપાસ વિસ્તારના લોકો નો  શૈક્ષણિક સપનાઓને સાકાર કરનારું આ શિક્ષણ સંકુલ અત્યાધુનિક શિક્ષણ સુવિધાઓ સાથે કાર્યરત છે.


ઉત્તમ કક્ષાની શિક્ષણ ફિલસુફી સાથે દીર્ઘ અનુભવ ધરાવતી વ્યક્તિ શ્રી ડી.કે.રાજગોર પ્રમુખશ્રી ના સંપૂર્ણ માર્ગદર્શનમાં આ સંસ્થા એક શાળા તરીકે જ નહિ પરંતુ અનોખી સંસ્કૃતિ રૂપે ઉભરશે.

શિક્ષણ અને કલાના સુભગ સમન્વયને અભિવ્યક્તિ આપતો આ સંસ્થાનો Logo સંસ્થાની ફિલસુફીને વાચા આપે છે.
અભ્યાસિક તેમજ સહાભ્યાસિક પ્રવૃતિઓદ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગીવિકાસનો પથદર્શક બને છે.
શિસ્ત,શિક્ષણ અને સંસ્કારોનું સંયોજન એટલે  કોઈ પણ શૈક્ષણિક સંસ્થા બાળકના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે. અમે પણ આ પરંપરાથી જુદું નહિ પરંતુ જુદી રીતે કામ કરવાની નેમ ધરાવીએ છીએ. 
અનાપુરગઢ ગામને એક અનોખી શાળા-સંસ્કૃતિ આપવાના નમ્ર પ્રયાસ રૂપે અમે નીચેની બાબતોને અમલમાં મુકવાનો સતત અને સઘન પ્રયાસ કરીશું
  • ડીજીટલ ક્લાસ – ઈન્ટરેક્ટીવ ક્લાસ દ્વારા ગુણવત્તાસભર શિક્ષણકાર્યક્ષમ અને કાર્યદક્ષ સ્ટાફ દ્વારા શિક્ષણકાર્ય
  • સ્ટાફ માટે સતત અને સઘન સેવાકાલીન તાલીમ
  • વિવિધ Activity-Club દ્વારા વ્યક્તિત્વ વિકાસનું આયોજન
  • ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ સાથે CBSEના અભ્યાસક્રમનું અનુસંધાન સાધી વિદ્યાર્થીઓને રાષ્ટ્રસ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનું આયોજન
  • જે તે વિષયના મુખ્ય વિષયશિક્ષક સાથે સહાયક શિક્ષક દ્વારા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન
  • અત્યાધુનિક સુવિધાઓ સાથેનું શાળા-ભવન અને શાળા-પરિસર
  • ગામ તેમજ આસપાસના વિદ્યાર્થીઓ માટે શાળા-બસની સુવિધા

0 comments:

Post a Comment