Breaking News

" ધોરણ 9 થી 12 માં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. લિ..આચાર્યશ્રી તથા શાળા પરિવાર વતી

Rules

શાળાનાં નિયમો



  • દરેક વિદ્યાર્થીએ શાળાએ નક્કી કરેલ સમય પહેલાં એટલે કે બેલ વાગે તેના કરતાં દસ મિનિટ પહેલાં આવવાનું રહેશે. 10 મિનિટથી વધુ વહેલા આવવું નહી, સમયસર ન આવનારની નોંધ તેની વાસરીકામાં નોંધ થશે.
  • શાળામાંથી આપવામાં આવતું ગૃહકાર્ય દરેક બાળકે સંતોષકારક રીતે પૂર્ણ કરી નિયમિત શાળામાં લાવવાનું રહેશે. ગૃહકાર્યમાં બેદરકારી રાખનાર કાળકના વાલીને વાસરિકા નોંધ કરી જાણ કરવામાં આવશે, છતાં તેનું પુનરાવર્તન થશે તો કોઈપણ વિષયનાં ત્રણ નોંધ થયા પછી બાળકનું નામ શાળામાંથી કમી કરવામાં આવશે. આ નિયમાનુસાર નામ કમી થતાં વાસરિકા જોયું નથી તેવી વાલીની દલીલ ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ, માટે વાસરિકા વાલીએ દરરોજ તપાસવી.
  • નિયમિતતા, વિનય વિવેક અને શાળાની શિસ્તના દરેક નિયમ પાળવા વિદ્યાર્થી બંધાયેલ છે. નિયમિતતા ભંગ માટે વિદ્યાર્થી તથા તેના વાલી જવાબદાર ગણાશે. દરેક બાબતમાં શાળાના વહીવટી અધિકારીનો નિર્ણય છેવટનો ગણાશે.
  • શાળાના શિક્ષકો કે આચાર્ય પ્રત્યે અયોગ્ય વર્તણુંક દાખવનાર, આજ્ઞાભંગ, વિવેક અને સભ્યાતાની ખામી, પોશાકની અસ્વચ્છતા, શાળાની મિલકતને નુકશાન, મનસ્વીપણે તોફાન, પરીક્ષામાં ગેરરીતિનું આચરણ અને ગેરવર્તણુંક દાખવનાર તેમજ શાળાના નીતિનિયમોનું પાલન ન કરનાર વિદ્યાર્થીને તાત્કાલિક અસરથી શાળામાંથી બરતરફ કરવામાં આવશે.
  • માસ દરમિયાન સતત ત્રણ દિવસ સુધી રજા વગર ગેરહાજર રહેનારનું નામ શાળામાંથી કમી કરવામાં આવશે.
  • આકસ્મિક એકાદ-બે ગેરહાજર રહેનાર વિદ્યાર્થીએ શાળામાં હાજર થતી વખતે વાલી પાસે ગેરહાજર રહ્યા બાબતની નોંધ વાસરિકામાં નિયત જગ્યાએ અવશ્ય કરાવીને આવવાનું રહેશે. તે સિવાય વર્ગમાં પ્રવેશ મળશે નહિ.
  • શાળામાં કોઈપણ કિંમતી ચીજવસ્તુઓ લાવવી નહિ. છતાં શાળામાં લાવવામાં આવશે અને ખોવાશે તો તે માટે શાળા જવાબદાર નથી. પોતાના પુસ્તકો, કંપાસ, બુટ, વોટરબેગ, નાસ્તાબોક્સ વગેરેની સાચવવાની જવાબદારી વિદ્યાર્થીની રહેશે.
  • વર્ષ દરમિયાન કુલ કાર્ય દિવસોમાંથી ઓછામાં ઓછા 80 ટકા હાજરી પરીક્ષામાં બેસવા માટે અનિવાર્ય ગણાશે. તેના કરતાં ઓછી હાજરી થતાં જે તે બાળકને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ. એનો અર્થ એ નથી કે 20 ટકા સુધી બાળક આપ મેળે ગેરહાજર રહી શકે. આપમેળે માસ દરમિયાન સતત ત્રણ દિવસ સુધી ગેરહાજર રહેનાર બાળકનું નામ નિયમ-5 મુજબ કમી કરવામાં આવશે. રજા માટે રજુ કરેલ કારણ શાળાની દ્રષ્ટીએ વ્યાજબી હશે તો જ રજા મંજુર કરવામાં આવશે, નહિંતર રજા ના મંજુર કરી તેની ગેરહાજરી પુરવામાં આવશે. આ રીતે પણ માસ દરમિયાન ત્રણ દિવસની ગેરહાજરી નિયમ-5 મુજબની ગેરહાજર ગણી. નિયમ-5 મુજબ તેનું નામ શાળામાંથી કમી કરવામાં આવશે.
  • વાલીએ પોતાના ચિરંજીવીને શાળાએ નક્કી કરેલ નિયત ગણવેશમાં જ નિયત સમયે મોકલવામા રહેશે. જો વિદ્યાર્થીએ નિયત ગણવેશ પહેર્યો નહિ હોય તો તે પ્રકારનું વર્તન શિસ્તભંગ ગણાશે અને આવું વર્તન ત્રણથી વધારે વખત થતાં તેનું નામ શાળામાંથી કમી કરવામાં આવશે.
  • શાળાના કોઈપણ સરસામાનને નુકશાન પહોંચાડનારે તેની ભરપાઈ કરવાની રહેશે.
  • દર માસની 1 થી 5 તારીખ દરમિયાન વાસરિકા શાળામાં જરૂરી વિગતો ભરવા રાખીશું. તે સિવાયના દિવસોમાં વાસરિકા વિદ્યાર્થી પાસે જ રહેશે, વાલીએ પોતાના બાળકની દરરોજ તપાસવાની રહેશે.
  • વિધર્થી /વિદ્યાર્થીનીની વર્તણુંક, પ્રગતિ, ગૃહકાર્ય, અને પરિણામના અહેવાલો વાલીને જાણ માટે નિયમિત મોકલવામાં આવશે. તેના અહેવાલો તપાસીને તેની ઉપર વાલીએ સહી કરવાની રહેશે.
  • શાળામાં કોઈપણ કિંમતી ચીજવસ્તુઓ લાવવી નહિ. છતાં શાળામાં લાવવામાં આવશે અને ખોવાશે તો તે માટે શાળા જવાબદાર નથી. પોતાના પુસ્તકો, કંપાસ, બુટ, વોટરબેગ, નાસ્તાબોક્સ વગેરેની સાચવવાની જવાબદારી વિદ્યાર્થીની રહેશે.
  • મોટી વિશ્રાંતિ સમયે નાસ્તો કરી શકાશે. બહારથી નાસ્તો ખરીદવા દેવામાં આવશે નહિ. ઘરેથી પૌષ્ટિક નાસ્તો આપવાનો રહેશે. વાલીઓએ આ બાબતમાં સજાગ રહેવું.
  • સંસ્થામાં અભ્યાસ કરતાં બાળકના માતા-પિતા/ વાલી માટે વિનય વાલી મંડળનું સભ્યપદ ફરજિયાત છે. વાલીમંડળ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ કરે છે. જેમાં જરૂર પડ્યે સહભાગી બનવાનું રહેશે.
  • શાળાના નીતિનિયમો પાળવા દરેક વાલીશ્રી બંધાયેલા છે. અને શાળાના કાર્યક્રમમાં સહકાર આપવાની તેમની ફરજ છે. છતાં નિયમ વિરુદ્વ વર્તન કરનાર, ઝગળાળું અને શાળાના કામમાં બિનજરૂરી દખલગીરી કરનાર વાલીશ્રીએ પોતાના પાલ્યને શાળામાંથી ઉઠાડી લેવાનો રહેશે. તેમ નહિ કરનારનું નામ શાળામાંથી કમી કરવામાં આવશે.
  • શાળા પુસ્તકાલયમાંથી પુસ્તકો ઘરે લઈ જનાર વિદ્યાર્થી પુસ્તક ફાડશે/ ખોઈ નાખશે કે તે પુસ્તકને ઉપયોગમાં ન લઈ શકાય તેવું ખરાબ કરશે તો તેની પુરી કિંમત વસુલ કરવામાં આવશે.
  • પોતાના પુત્ર-પુત્રી કે પાલ્યના અભ્યાસ અંગે કોઈ ફરિયાદ કે સુચન હોય તો વાલીએ આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. આચાર્યશ્રીને જાણકારી વિશ્રાંતિના સમયે મળી શકાશે.
  • ઓરી, ખસ, દુ:ખવા આવેલી આંખો અને એવા બીજા ચેપી રોગો થાય તેવા સમયે વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા નહિ. પણ તેની જાણ વર્ગશિક્ષકશ્રીને અવશ્ય કરવાની રહેશે.
  • વિદ્યાર્થીના અભ્યાસ અંગે રૂબરૂ વાતચીત કરવા વાલીએ જ્યારે બોલાવવામાં આવશે ત્યારે તેમણે અચુક આવવાનું રહેશે.
  • કોઈપણ શિક્ષકનું ખાનગી ટ્યુશન રાખતાં પહેલાં આચાર્યશ્રીની પરવાનગી લેવાની રહેશે. પરવાનગી વિના ટ્યુશન રાખી શકશે નહિ.
  • પ્રવેશ બાદ વાલીના રહેઠાણના સરનામામાં કે ફોન નંબરમાં ફેરફાર થાય તો તેની જાણ શાળામાં કરવાની રહેશે.
  • શાળાનો આંતરીક વહીવટ શાળાના વડા / આચાર્યનો સ્વતંત્ર વિષય છે. તેમાં કોઈ વાલીએ દખલ કરવી નહિ.
  • વાલીના રચનાત્મક સૂચનો, શાળાની ક્ષતી પરત્વે અંગુલી નિર્દેશનનું સહર્ષ સ્વાગત છે.
  • ઉપરોક્તોપરાંત શાળા વખતો વખત જે નીતિ નિયમો નક્કી કરે તે વિદ્યાર્થી અને વાલીને બંધનકર્તા રહેશે.


1 comment: