Breaking News

" ધોરણ 9 થી 12 માં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. લિ..આચાર્યશ્રી તથા શાળા પરિવાર વતી

President Message

      
                                                     - :   પ્રમુખશ્રીનો સંદેશ   :-


Dk rajgor president of kv



                     મા સરસ્વતીના પ્રાગટ્ય દિન પ્રજાસતાક દિન  શુભ દિને શ્રી કલ્યાણાનંદ માધ્યમિક અને ઉ.મા વિધાલય અનાપુરગઢ સંકુલ સમયને આધીન વિવિધ સગવડની જરૂરિયાત ઉભી થતાં નવીન મકાન , પ્રવેશદ્વાર તથા બાળકોને આવવા - જવા માટે સ્કૂલ બસ સુવિધા નો સંકલ્પ કરે છે. 

દરેક શિક્ષણપ્રેમી દાતાઓને વિનંતી છે કે, સદર શિક્ષણયજ્ઞમાં  આપના ઉદાર હાથે સખાવત કરે. 

           આ અમારી શાળા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના અનાપુરગઢ ગામે રાજસ્થાનની બોર્ડરને અડીને અતિ આર્થિકપછાત વિસ્તારમાં શાળા ચાલે છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે મારી સતત દેખરેખથી બનાસકાંઠા જિલ્લાની નોન ગ્રાન્ટેબલ શાળામાં અતિ સુંદર વ્યવસ્થા અને પરિણામલક્ષી શાળા ચાલે છે.
                   આજુબાજુના નાનામેડારવિયા,દેઢા,કુંડીમાંડલ,કસલાપુરા,અનાપુરછોટા
એડાલ,તાલેગઢ,જનાલી,ગામોમાંથી કુમાર અને કન્યાઓ અભ્યાસ અર્થે આવે છે. અને એમને શાળાએ આવવા બસ વ્યવસ્થા ખુબ જ જરૂરી હોઇ અમોએ દાતાઓ પાસેથી દાનભેટની અપેક્ષાથી બસ લાવવા પ્રયત્નો શરૂ કર્યા છે. 

                  આપનું દાન અમો યોગ્ય જગ્યાએ વાપરીને અનાપુરગઢ આર્થિક પછાત  પંથકની શિક્ષણની રોનક બદલવાની જ્ઞાનની દેવી મા સરસ્વતીની સાક્ષીએ ખાતરી આપીએ છીએ.

આપનો વિશ્વાસુ 

શ્રી ડામરાજી કે રાજગોર 

પ્રમુખ શ્રી 


0 comments:

Post a Comment